⏩વૈજ્ઞાનિક
ઈવેન્ટસ કેલેન્ડર⏪
વિજ્ઞાનના ઈતિહાસમાં...
મહિનો – જન્મદિવસ – વિશેષતા...
↓↓↓↓
January
૧, ૧૮૯૪ - સત્યેન્દ્રનાથ બોઝ : વિખ્યાત ભૌતિક વિજ્ઞાનીને લેસર કિરણોની તકનીકમાં અગ્રીમ શોધ.
૨, ૧૯૨૦ - આઈઝેક આસીમો : રશિયાના આ જૈવ રસાયણશાસ્ત્રી સાયન્સ ફીકશન માટે જાણીતા છે
૮, ૧૯૪૨ - સ્ટીફન હોકિંગ : ક્વોન્ટમ ફિલ્ડના લીધે રચાતા બ્લેક હોલની શોધ કરનારા વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની.
૧૨, ૧૮૬૩ - સ્વામી વિવેકાનંદ : દાર્શનિક, વિચારક અને યુવાઓના સંરક્ષક.
૧૭, ૧૭૦૬ - બેન્જામિન ફ્રેન્કલિન : આ વૈજ્ઞાનિકે ઈમારતો અને વહાણોને થતા વીજળીના નુકસાનથી સુરક્ષિત કરનારા લાઈટનિંગ રોડની શોધ કરી.
૧૯, ૧૭૩૬ - જેમ્સ વૉટ : સ્ટીમ એન્જીન નાં શોધક
૨૧,૧૯૧૨ - બેંટ સ્ટ્રોમગ્રેનઃ અવકાશમાં વાયુના વાદળો વિશે જાણકારી આપનાર સૌપ્રથમ ડેનિશ ખગોળશાસ્ત્રી.
૨૫, ૧૬૨૭ - રોબર્ટ બોઈલ : ભૌતિક રસાયણના માઈક્રો મોલેક્યુલ્સ (અણુઓ) વિષયક મૂળભૂત યોગદાનને લીધે જાણીતા આ રસાયણશાસ્ત્રી ને નોબલ પારિતોષિક પ્રાપ્ત થયું.
૨૮, ૧૯૨૫ - ડો.રાજા રામન્ના : ભારતના પરમાણુ કાર્યક્રમના
એક દિગ્ગજ કે જેમનું નામ ૧૯૭૪માં ભારતે કરેલા પહેલા પરમાણુ પરીક્ષણ સાથે જોડાયેલું
છે.
શોધ-સંશોધન
૩, ૧૯૬૭ - હેરી થોમસને સૌરશીતલક અને હીટરની પેટન્ટ મેળવી.
૭, ૧૯૧૩ - વિલિયમ બર્ટનને ગેસોલિન બનાવવાની પરવાનગી મળી.
૧૯, ૧૯૧૫ - ડબલ મિંટ ગમના ટ્રેડમાર્કની નોંધણી થઈ.
૨૨, ૧૮૯૫ - લાઈફબોય સાબુના ટ્રેડમાર્કની નોંધણી થઈ.
૨૮, ૧૮૦૭ - ગેસલાઈટ દ્વારા સૌ પહેલીવાર લંડનની પાલમાલ સ્ટ્રીટ પ્રકાશિત કરવામાં આવી.
૩૦, ૧૪૮૭ - બેલ ચાઈમ્સ(ડોરબેલ)ની શોધ થઈ.
૩૦, ૧૮૮૩ - જેમ્સ રિટી અને જ્હોન બિર્ચે કેશ રજિસ્ટરની પેટન્ટ મેળવી.
૩૧, ૧૮૫૧ - ગેઈલ બોર્ડેને દૂધના પાવડરની શોધ કરી.
February
૧૦, ૧૯૦૨ - વોલ્ટર બ્રિટેન : આ ભૌતિક વિજ્ઞાનીએ
ટ્રાન્સિસ્ટરની શોધ કરી જેને ૧૯૫૬માં નોબલ પારિતોષિક આપવામાં આવ્યું.
૧૧, ૧૮૪૭ - થોમસ આલ્વા
એડિસન : ઈલેકટ્રિક વોટ રેકોર્ડર, પોતાની પહેલી
પેટન્ટ કરાવેલી શોધ.
૧૨,૧૮૦૯ - ચાર્લ્સ
ડાર્વિન : ઉત્ક્રાંતિના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું.
૧૩,
૧૯૧૦ - વિલિયમ સોકલે : આ
ભૌતિક વિજ્ઞાનીએ ટ્રાન્સિસ્ટરની શોધ કરી જેને ૧૯૫૬માં નોબલ પારિતોષિક આપવામાં
આવ્યું.
૧૫,
૧૯૬૪ - ગેલેલી ગેલેલિયો :
હોલેન્ડમાં ૧૬૦૯ના વર્ષમાં દૂરબીનની શોધ કરી.
૧૯,
૧૪૭૩ - નિકોલસ કોપરનિક્સ
: આ ખગોળશાસ્ત્રીએ જે વિસ્તારમાં પૃથ્વી અને ગ્રહો સૂર્યની ચારેબાજુ પરિભ્રમણ કરે
છે એ માર્ગની કોપરનિકન પ્રણાલીની શોધ કરી.
૨૨,
૧૭૩૨ - જ્યોર્જ વોશિંગ્ટન
: અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ
શોધ-સંશોધન
૧,
૧૯૮૩ - મેથ્યુસ, તાન્સિલ અને ફેનિન દ્વારા ડિજટલ વોઈસ-મેલ સિસ્ટમની પેટન્ટ મેળવાઈ.
૪,૧૮૨૪ - જે. ડબ્લ્યુ
ગુડરિકે વિશ્વને સૌ પ્રથમ રબરના જૂતાની શોધ કરી.
૫,
૧૮૬૧ - સેમ્યુઅલ ગુડલેએ
હાલતા ચાલતા ચલચિત્રના મશીનની પેટન્ટ મેળવી.
૧૦,
૧૯૭૬ - સિડની જેકોબેએ
સ્મોક અને હીટ(ઘુમાડો અને ગરમી) સંશોધક એલાર્મની પેટન્ટ મેળવી.
૧૧,
૧૯૭૩ - થોમસ આલ્વા
એડિસનના જન્મદિને (૧૮૪૭)ના રોજ નેશનલ ઇન્વેન્ટર્સ હોલ ઓફ ફેમની સ્થાપના કરવામાં
આવી.
૨૨,
૧૯૧૬ - અર્નેસ્ટ
એલેક્સઝેન્ડર્સને રેડિયો ટ્યુનિંગ સિસ્ટમની પેટર્ન મળી.
૨૯,
૧૮૬૦ - લિપ વર્ષમાં
જન્મેલા હર્મન હોલેરિચે પહેલું ઈલેકટ્રિક ટેબ્યુલેટિંગ મશીન શોધ્યું.
March
૩, ૧૮૪૭ - એલેકઝાન્ડર ગ્રેહામ બેલ: પ્રથમ પ્રાયોગિક ટેલિફોનના શોધક અને પ્રસિદ્ધ
વૈજ્ઞાનિક.
૯, ૧૯૩૪ - યુરી ગાગરિન: અવકાશમાં જનાર પ્રથમ મનુષ્ય.
૧૩, ૧૮૯૪ - જોસેફ પ્રિસ્ટલી: ઓક્સિજન પરમાણુના શોધક.
૧૪, ૧૭૮૭ - આલ્બર્ટ આઈનસ્ટાઈનઃ જર્મન ભૌતિકશાસ્ત્રી, સાપેક્ષવાદ સિધ્ધાંતના શોધક, ફોટોઈલેકટ્રીક ઈફેકટની શોધ માટે ૧૯૨૧માં નોબેલ
પારિતોષિક મેળવ્યું.
૧૫, ૧૭૮૭ - જ્યોર્જ એસ ઓહ્મ:જર્મન ભૌતિકશાસ્ત્રી, ઓહ્મના નિયમનાં શોધક
૧૮, ૧૮૫૮ - રુડોલ્ફ ડીઝલઃ ડીઝલ એન્જીનના શોધક
૨૨, ૧૯૩૨ - વોલ્ટર ગિલ્બર્ટ: અમેરીકન બાયોકેમીસ્ટ, ડી.એન.એ.ની સિક્વન્સીંગની નવી પધ્ધ્તિ
વિકસાવી, ૧૯૮૦માં નોબેલ પારિતોષિક
૨૩, ૧૯૧૨ - વેર્નર વોન બ્રેન: રોકેટ વિજ્ઞાનના જનક.
૨૭, ૧૮૪૫ - વિલ્હેમ રોંટજેન: ક્ષ-કિરણોના શોધક, ૧૯૦૧ માં નોબેલ પારિતોષિક
શોધ-સંશોધન
૧, ૧૮૯૬ - હેન્રી બેકોરેલે યુરેનિયમની રેડિયોએક્ટિવ ગુણધર્મની શોધ કરી.
૧, ૧૯૬૬ - સોવિયત યુનિયનના અવકાશયાન વેનેરા-૩નું શુક્ર પર ઉતરાણ.
૧૩, ૧૭૮૧ - વિલિયમ હાર્સેલે યુરેનસ ગ્રહની શોધ કરી.
૧૩, ૧૯૨૯ - ક્લિડ ટોમ્બુગે પ્લુટો ગ્રહની શોધ કરી.
૧૭, ૧૯૦૫ - આલ્બર્ટ આઈન્સ્ટાઈને ફોટોઈલેકટ્રિક ઈફેક્ટ વિષય પર સંશોધનપત્ર પ્રકાશિત કર્યું
જે માટે તેમને નોબલ પારિતોષિક મળ્યું.
૧૭, ૧૯૮૮ - યુએસ લોંચ વિહિકલ દ્વારા ભારતના પ્રથમ રિમોટ સેન્સિંગ
સેટેલાઈટ આઈઆરએસ-૧નો પ્રક્ષેપણ.
૧૮, ૧૯૬૫ - વોરખોદ-૨ અવકાશયાનમાંથી
સોવિયેત અવકાશયાત્રી એલેક્સી લિઓનોવ અવકાશમાં સ્પેસ વોક કરી. વિશ્વ ઋતુવિજ્ઞાન
સંસ્થા (વર્લ્ડ મીટીયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના
૨૩, ૧૯૫૦
વિશ્વ ઋતુવિજ્ઞાન સંસ્થા (વર્લ્ડ મીટીયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના
April
૧, ૧૫૭૮ - ડો. વિલિયમ હાર્વે: રુધિરાભિસરણના સિદ્ધાંતની શોધ
૫, ૧૮૨૭ - જોસેફ લિસ્ટર : આ બ્રિટિશ સર્જને સુરક્ષાત્મક દવાઓનો ખ્યાલ અને સિદ્ધાંત રજૂ
કર્યો.
૬, ૧૯૨૮ - જેમ્સ વોટસન: આનુવંશિક ક્ષેત્રના જાણીતા વૈજ્ઞાનિકે ડીએનએ અણુઓના બંધારણની શોધ
કરી. ૧૯૬૨માં નોબેલ પારિતોષિક મેળવ્યું.
૧૫, ૧૪૫૨ - લિઓનાર્ડો દ વિન્સી : પુર્નજાગરણકાળમાં થયેલો એક બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિ
કે એના જેવો દુનિયાએ બીજો કોઈ જોયો નથી તેવો ચિત્રકાર, સ્થપતિ, ઈજનેર, ગણિતશાસ્ત્રી, દર્શનશાસ્ત્રી,
૨૩, ૧૮૫૮ - મેક્સ કાર્લ અર્નેસ્ટ પ્લાન્ક : ક્વોન્ટમના સિદ્ધાંતને નવી દિશા બતાવી, ૧૯૧૮ માં નોબલ પારિતોષિક મેળવ્યું.
૨૫, ૧૮૭૪ - જી.માર્કોની : ૧૮૯૫માં રેડિયોની શોધ કરી, રેડિયો ટેલિગ્રાફ સિસ્ટમ વિકસાવી, ૧૯૦૯ માં નોબલપુરસ્કાર.
૨૮, ૧૯૦૬ - કર્ટ ગોડેલ : પ્રખ્યાત ગણિતશાસ્ત્રી, જેણે ગોડેલનો પ્રમેય રજૂ કર્યો.
શોધ-સંશોધન
૧, ૧૯૬૦ - અમેરિકાએ હવામાનની આગાહી માટે TIROS-1 સેટેલાઈટ મોકલ્યો.
૩, ૧૯૮૪ - ભારતીય અંતરિક્ષયાત્રી રાકેશ શર્મા સોવિયેત અવકાશયાન સોયુઝ ટી-૧૧
દ્વારા અવકાશમાં ગયા.
૪, ૧૯૮૩ - અમેરિકાનું ઝડપી અંતરિક્ષ શટલ ચેલેન્જર અવકાશમાં ગયું. નાસાએ આ મિશનમાં સ્પેસ
શટલ પ્રોગ્રામ દ્વારા પ્રથમ વાર સ્પેસ વોક જોઈ.
૭, ૧૯૪૮ - વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના.
૯, ૧૮૦૦ - સર હમફી ડેવીએ હાસ્યવાયુ (નાઈટ્રસ ઓકસાઈડ) ની શોધ
કરી.
૧૦, ૧૯૮૨ - ભારત દ્વારા ઈનસેટ-એનો પ્રક્ષેપણ કર્યું.
૧૨, ૧૯૬૧ - સોવિયેત અવકાશયાત્રી યુરી ગાગરિન અવકાશમાં ગયા.
૧૬, ૧૮૫૩ - ભારતમાં રેલવેની શરૂઆત.
May
૭, ૧૮૬૧ - રવિન્દ્રનાથ ટાગોર (૧૯૧૩માં નોબલ પારિતોષિક વિજેતા, બંગાળી કવિ અને સંગીતકાર)
૧૭, ૧૭૪૯ - એડવર્ડ જેનર : ૧૭૯૬માં શીતળાની રસીના શોધક
૨૧, ૧૭૯૯ - મેરી એનિંગ(જીવાશ્મ શોધક) : આ બ્રિટિશ જીવાશ્મ સંશોધકે બાળવયથી જ જીવાશ્મ
શોધવાનું શરૂ કર્યું હતું.
૨૩, ૧૭૦૭ - કાર્લ લિનિયસ : તેઓ સ્વીડનના ઘણા જાણીતા કુદરતી
વૈજ્ઞાનિક હતા.
૨૩, ૧૯૨૫ - જોશુઆ લેડરબર્ગ : જાણીતા વૈજ્ઞાનિક જેમણે આનુવંશિક પુર્નસંયોજન અને
બેક્ટેરિયાની આનુવંશિક બંધારણ સંબંધિત શોધખોળ માટે ૧૯૫૮માં નોબલ પારિતોષિક
મેળવ્યું હતું.
૨૬, ૧૯૫૧ - સેલી કે. રાઈડ(અંતરિક્ષયાત્રી) : પહેલી અમેરિકી મહિલા અવકાશયાત્રી.
૨૬, ૧૯૦૬ - બેન્જામિન પેરી પાલ, પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક જેમણે કૃષિક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને વિકાસ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો.
૨૭, ૧૯૦૭ - રાહેલ કાર્સન : સાહસિક મરીન વૈજ્ઞાનિક મહિલાએ
રાસાયણિક પ્રદૂષણ સામે ચળવળ ચલાવી.
શોધ-સંશોધન
૫, ૧૮૮૧ - લુઈ પાશ્ચરે એન્થ્રેક્સ ની વ્યાખ્યાની શોધ કરી.
૫, ૧૯૫૫ - બ્રિટનમાં ડો.સાલ્કે પોલિયોની રસીને પ્રોત્સાહન આપ્યું.
૧૦, ૧૯૬૦ - ગુસ્તોફ ક્રિશ્ચોફ અને રોબર્ટ
બનસને સિઝિયમ તત્વની શોધ કરી.
૧૦, ૧૭૫૨ - બેન્જામિનફ્રેંકલિને તેના લાઈટનિંગ રોડનું પ્રથમ વાર પરીક્ષણ કર્યું.
૧૦, ૧૮૯૭ - જી. માર્કોનીએ પ્રથમ રેડિયો સ્ટેશન સ્થાપ્યું.
૧૩, ૧૯૫૯ - સી.કોકરેલ હોવરક્રાફ્ટની શોધ કરી.
૧૫, ૧૭૧૮ - જેમ્સ પકલે, લંડનના વકીલ જેમણે વિશ્વની પ્રથમ મશીન ગન બનાવી હતી.
૨૦, ૧૮૩૦ - ડી.હાઈડે ફાઉન્ટેન પેનની પેટન્ટ કરાવી.
June
૬, ૧૯૩૩ - હેનરિચ રોહરર : સ્વીસ ભૌતિક શાસ્ત્ર વ્યક્તિગત પરમાણુઓને સ્કેન કરી
શકનારા ઈલેકટ્રોન માઈક્રોસ્કોપની શોધ કરવા માટે ૧૯૮૬માં નોબલ પારિતોષિક મેળવ્યું.
૮, ૧૬૨૫ - જિઓવાની ડોમેનિકો કેસિની: ઈટાલીની પહેલા ખગોળશાસ્ત્રી
અને ઈજનેર જેણે શનિના ચાર ચંદ્રનું નિરીક્ષણ કર્યું.
૮, ૧૯૧૬ - ફ્રાન્સિસ ક્રિક : જેમ્સ વોટસનની સાથે મળીને ૧૯૬૨માં
ડી.એન.અ.નો ડબલ હેલિકલ આકાર શોધ્યો, જે બદલે ૧૯૬૨નું નોબલ પારિતોષિક
મેળવ્યું.
૮, ૧૭૮૧ - જ્યોર્જ સ્ટીફન્સન : આ રેલવે ઈજનેરે પહેલા વરાળ
સંચાલિત એન્જિનની શોધ કરી.
૧૩, ૧૮૩૭ - જેમ્સ ક્લાર્ક મેક્સવેલ : સ્કોટીશ ભૌતિકવિજ્ઞાનીએ
વિધુત ચુંબકત્વના ક્ષેત્રમાં અને કાઇનેટિક થીયરી ઓફ ગેસ માટે જાણીતા.
૧૪, ૧૭૩૬ - ચાર્લ્સકુલંબ: ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી એ કુલંબના
નિયમનું સૂત્ર આપ્યું. પરમાણુ પ્રતિક્રિયાઓની મુખ્ય શક્તિઓમાંથી કુલંબિક શક્તિ પણ
એક છે.
૧૯, ૧૬૨૩ - બી. પાસ્કલ : ફ્રેન્ચ વૈજ્ઞાનિક અને ગણિત શાસ્ત્રી
જેણે સૌપહેલું ડિજિટલ કેલક્યુલેટર શોધ્યું.
૩૦, ૧૯૩૪ - સી.એન.રામચંદ્રરાવ : પ્રખ્યાત વિજ્ઞાની અને
રસાયણશાસ્ત્રી લિનસ પૌલિંગ સંશોધનના પ્રાધ્યાપક અને ભારતના વડાપ્રધાનના વિજ્ઞાન
સલાહકાર પરિષદના અધ્યક્ષ રહી ચૂક્યા.
શોધ-સંશોધન
૧, ૧૮૬૯ - થોમસ એડિસને ઈલેકટ્રોગ્રાફિક વોટ રેકોર્ડર માટે
પેટન્ટ મેળવી.
૨, ૧૮૫૭ - જેમ્સ ગિબ્સે પહેલા એક ચેનવાળા સિંગલ થ્રેડ સિલાઈ
મશીનની પેટન્ટ મેળવી.
૧૧,૧૯૫૯ - હોવરક્રાફટે વાહનવ્યવહારના ક્ષેત્રે નવા યુગના મંડાણ
કર્યા.
૧૩, ૧૯૪૪ - માર્વિન કેમરાસે ચુંબકીય ટેપ રેકોર્ડરની પેટન્ટ
મેળવી.
૧૬, ૧૯૬૩ - વેલેન્ટિના ટેરેસકોવા, રશિયન અંતરિક્ષયાત્રી વોસ્તોવ-૬ દ્વારા અંતરિક્ષમાં ગયા ત્યારે તે અંતરિક્ષમાં
જનારી પહેલી મહિલા બની. એણે પૃથ્વીની આજુબાજુની ૪૮ ભ્રમણ કક્ષામાં લગભગ ત્રણ દિવસ
વિતાવ્યા.
૨૦, ૧૮૪૦ - સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફિક સિગ્નલ્સની પેટન્ટ
મેળવી.
૨૯, ૧૯૧૫ - જયુસી ફુટ ચ્યુંઈગમની ટ્રેડમાર્કની નોંધણી થઈ.
વિલિયમ હાડવેને ઈલેકટ્રિક સ્ટવની પેટન્ટ મળી.
૩૦, ૧૮૯૬ – વિલિયમ હાડવેને ઈલેક્ટ્રિક સ્ટવની પેટન્ટ મળી.
July
૨, ૧૮૬૨ - સર વિલિઓમ હેની બ્રાગ : ૧૯૧૫માં ક્રિસ્ટલ સંરચનાઓના
નિર્ધારણની પોતાની શોધના લીધે આ બ્રિટિશ વૈજ્ઞાનિકને પદાર્થ ભૌતિકવિજ્ઞાનના
ક્ષેત્રમાં સંશોધન માટે ભૌતિકશાસ્ત્ર નું નોબલ પારિતોષિક મળ્યું.
૧૨, ૧૮૯૫ - બકમિનસ્ટર ફુલર : અમેરિકી વૈજ્ઞાનિક, ઈજનેર અને સ્થપતિ જેમણે જિઓ ડોસિક ડોમ(ગુંબજ)ની શોધ
કરી.
૧૯, ૧૯૩૮ - જયંત વિષ્ણુ નારલીકર: કોર્નફોર્મલ ગ્રેવીટીની થીયરી
વિકસાવી. પદ્મભુષણ અને યુનેસ્કોના કલિંગા એવોર્ડના વિજેતા.
૨૦,૧૮૨૨ - ગ્રેગર જોહાન મેન્ડ્લ: વટાણાના છોડ પર તેમના કર્યો
થકી વારસાના મુળભુત સિધ્ધાંત વિકસાવ્યો.
૨૫, ૧૯૭૮ - લુઈસ જોય બ્રાઉન : ગ્રેટ બ્રિટનમાં વિશ્વની સૌ પ્રથમ
સફળ 'ટેસ્ટ ટ્યુબ' બેબીનો જન્મ થયો.
૨૮, ૧૬૩૫ - રોબર્ટ હૂક : સ્થીતી સ્થાપકતાનો નિયમ શોધ્યો.
સૌપ્રથમવાર “કોષ' શબ્દ બનાવ્યો.
૩૧, ૧૮૦૦ - ફ્રેડરિક ઓહલેર : સૌપ્રથમ વાર યુરિયાનું ઉત્પાદન કર્યુ. ઘણા રસાયણો
છુટા પાડયા.
શોધ-સંશોધન
૯, ૧૯૬૮ - ફ્રેડરિક આર. સ્કોલહેમરે હાથેથી ચાલતી લેસરકિરણ ગન
તરીકે પણ જાણીતા પોર્ટેબલ બિમ જનરેટરની શોધ કરી.
૧૧, ૧૯૯૦ - બિલ એટકિનસન : એન્ડી હર્ટઝફેલ્ડ (ધ એપલ મેકઈનટોશના
સહશોધક) સાથે હાઈપરકાર્ડ સોફ્ટવેર એપલ કોમ્પ્યુટર્સના શોધક અને જનરલ મેજિક નામે
નવી કંપની શરૂ કરનાર.
૧૪, ૧૮૮૫ - સારાહ ગુડે, અમેરિકી પેટન્ટ મેળવનારી પ્રથમ
અશ્વેત મહિલા કે જેને બંધ થઈ શકે તેવા કેબિનેટ પલંગ માટે પેટન્ટ મળી.
૧૫, ૧૯૮૫ - એલડસ પેજમેકર, પહેલો ડીટીપી(ડેસ્કટોપ પબ્લિશિંગ) પ્રોગ્રામ જે પહેલી વાર ગ્રાહકોને વેચાણ
માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. પોલ બ્રેનાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા
સોફ્ટવેર દ્વારા ડીટીપીના યુગમાં નવા મંડાણ થયા.
૧૬, ૧૯૪૫ - જે. ઓપનહાઈમરે પહેલો પરમાણુ બોમ્બ તૈયાર કર્યો.
૨૦, ૧૯૬૯ - ચંદ્ર પર પહેલું ઉતરાણ(એપોલો ૧૧)
૨૨, ૧૮૭૩ - લુઈ પાશ્ચરે બિયરની બનાવટ અને ફૂગ દ્વારા ઉપચારની
પદ્ધતિ શોધી. પાશ્ચર દ્વારા શોધાયેલો જીવાણુનો સિદ્ધાંત આજે પણ મેડિકલ સાયન્સના
ઈતિહાસમાં થયેલા સંશોધનોમાં અગત્યનું સ્થાન ધરાવે છે.
૨૭, ૧૯૨૧ - કેનેડિયન વૈજ્ઞાનિક ફ્રેડરિક બેન્ટિંગ અને ચાર્લ્સ
બેસ્ટ જેમણે પહેલું આઈસોલેટેડ ઈનશ્યુલિન આપ્યું, ડાયાબિટીસથી પીડાતી પહેલી એવી વ્યક્તિ જેણે ઈનશ્યુલિન દ્વારા સારવાર મેળવી.
August
૧, ૧૭૪૪ - ફ્રેંચ જીવવિજ્ઞાની જીન બેપ્ટિસ્ટ લામાર્ક (૧૭૪૪-૧૮૨૯) : શરૂઆતના
તબક્કાના ખૂબ જાણીતા વિજ્ઞાન અવલોકનકાર
૫, ૧૯૩૦ - નીલ આર્મસ્ટ્રોંગ (ચંદ્ર પર પહોંચેલી પહેલી વ્યક્તિ)
નો જન્મ : ટેસ્ટ પાઈલોટ તરીકે નીલ આર્મસ્ટ્રોંગે એક્સ-૧૫ એરક્રાફ્ટ દ્વારા સાત
ઉડાણ કર્યા હતા. તેઓ ૬૩,૧૯૮મીટર (૨૦૭,૫૦૦ ફૂટ) ચાઈ સુધી ઉચન કરવા સક્ષમ હતા.
૬, ૧૮૮૧- સર એલેકઝાંડર ફ્લેમિંગ : વિવિધ સંક્રમિત રોગોના ઉપચાર
માટે અકસીર ગણાતી પેનીસિલીનની શોધ માટે ૧૯૪૫માં મેડિસિન ક્ષેત્રનું નોબલ પારિતોષિક
મળ્યું.
૮, ૧૯૦૧- અર્નેસ્ટ ઓલેંડો લોરેંસઃ સાયક્લોટ્રોન એટમ સ્મેશર્ના
શોધક અને ૧૯૩૯ના નોબેલ પારિતોષિક વિજેતા.
૧૩, ૧૯૧૮ - ફેડ્રીક સેંગર: બ્રિટિશ જીવરસાયણશાસ્ત્રી જેમણે
પ્રોટીનની રચના પર કામ કર્યુ હતું. બે વખતે નોબેલ પારિતોષિક વિજેતા.
૧૫, ૧૮૯૨ - લુઈસ વિક્ટર દ બ્રોગલિએ ૧૯૨૯માં ભૌતિકશાસ્ત્રમાં
ઈલેકટ્રોન્સની વર્તણૂક સંદર્ભે કરેલી શોધ માટે નોબલ પારિતોષિક મેળવ્યું.
૨૩,૧૭૬૯ - જ્યોર્જિયસ કુવિએર: તેમનામાં તૂટેલા જીવાશ્મોની ફરી
સંગઠિત કરવાની એક અદ્ભુત શક્તિ હતી. એમના દ્વારા કરવામાં આવેલા કેટલાય જીવાશ્મ
પુનનિર્માણ સટીક ગણાયા છે.
૩૦, ૧૮૭૧ - અર્નેસ્ટ રુધરફોર્ડ: તત્વોનું વિઘટન અને રેડિયોધર્મી
પદાર્થો વિશેના તેમના સંશોધન માટે ૧૯૦૮માં તેમને રસાયણશાસ્ત્રનું નોબલ પારિતોષિક
મળ્યું.
શોધ-સંશોધન
૨, ૧૯૦૪ - માઈકલ ઓવનને ગ્લાસ શેપિંગ મશીન માટે પરવાનગી મળી.
૬, ૧૯૩૫ - ટીવી અને અન્ય ઈલેકટ્રોનિક ઉપકરણો માટે અત્યંત અગત્યની કેથોડ રે ટ્યુબ માટે વિલિયમ ફૂલીજે પેટન્ટ કરાવી.
૧૮, ૧૮૬૮ - સૂર્ય ઉપર હિલિયમના અસ્તિત્વની શોધ થઈ.
૨૨, ૧૯૩૨ - બીબીસીએ પ્રાયોગિક ધોરણે નિયમિત ટેલીવિઝન પ્રસારણ
ચાલુ કર્યું.
૨૮, ૧૯૫૧ - ઓરલ બી(દંતચિકિત્સાના ઉત્પાદનો માટેની જાણીતી
બ્રાન્ડ) ટ્રેડમાર્કની નોંધણી થઈ.
૨૯, ૧૮૩૧ - ફેરાડેએ સૌપ્રથમ ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરની શોધ કરી.
૩૦, ૧૯૯૪ - આઈ.બી.એમ.એ જાહેર કર્યું કે માઈક્રોસોફ્ટને વિન્ડોઝ
નામના ટ્રેડમાર્ક મેળવવાના પ્રયત્નનો કોઈ વિરોધ નથી.
૩૧, ૧૮૯૭ - થોમસ એડિસને કાઈનેટોગ્રાફિક કેમેરા માટે પેટન્ટ
કરાવી.
September
૨, ૧૮૫૩ - વિલહેમ ઓસ્ટવાલ્ડ, જર્મન કેમિસ્ટને તેના ઉત્પ્રેરણ, રાસાયણિક સમતુલન અને પ્રક્રિયાના
વેગ વિશેના સંશોધન માટે રસાયણ શાસ્ત્રી ૧૯૦૯માં નોબલ પારિતોષિક મળ્યું.
૨, ૧૮૭૭ - ફેડરિક સોડી, રેડિયોધર્મી પદાર્થો અને
આઈસોટોપ્સના મૂળ તથા પ્રકૃતિ વિશે આપણી જાણકારી વધારવા બદલ ૧૯૨૧માં નોબલ પારિતોષિક
મળ્યું.
૧૦, ૧૯૨૦ - સી. રાધાકૃષ્ણ રાવ : જાણીતા ગણિતશાસ્ત્રી જેમના
સૈદ્ધાંતિક કાર્યે આધુનિક સ્ટેસ્ટિકનો પાયો નાખ્યો, તેમને પદ્મવિભૂષણથી પણ નવાજવામાં આવ્યા.
૧૫, ૧૯૨૯ - મરે ગેલમન: મૂળભૂત કણો અને સંયોજનની પ્રક્રિયા
સંબંધિત શોધ અને તેમના પ્રદાનને કારણે ૧૯૬૯માં તેમને ભૌતિકશાસ્ત્ર નું નોબલ
પારિતોષિક મળ્યું.
૧૭, ૧૮૫૭ - કોન્સ્ટાન્ટિન તસ્કોવસ્કી: જાણીતા રશિયન ભૌતિક
શાસ્ત્ર મલ્ટી સ્ટેજ વિશેષ રોકેટ પ્રણાલીની શોધના કારણે આધુનિક રોકેટવિજ્ઞાનના
પિતા તરીકે જાણીતા છે.
૨૨, ૧૭૯૧ - માઈકલ ફેરાડે : અંગ્રેજ કેમિસ્ટ અને ભૌતિકવિજ્ઞાની
પોતાના વીજળી અને ચુંબકત્વના ક્ષેત્રમાંના વિશેષ પ્રયોગોના લીધે જાણીતા છે.
૨૯, ૧૯૦૧ - એનરિકો ફર્મી, નિયંત્રીત પરમાણુ ચેઈન રીએક્શન અને બીટા-ડીકેના સિધ્ધાંત વિકસાવમાં માટે
જાણીતા ઈટાલીયન ભૌતિકશાસ્ત્રી.
શોધ-સંશોધન
૩, ૧૯૭૬ - મંગળ પર વાઈકિંગ-૨નું ઉતરાણ
८, ૧૮૬૮ - વિલિયમ હિન્ડસે કેન્ડલસ્ટિક (મીણબત્તી)ની પેટન્ટ
કરાવી.
૮, ૧૯૯૪ - માઈક્રોસોફ્ટે વિન્ડોઝ ૯૫ આપ્યું.
૯, ૧૮૮૬ - દસ દેશો, જેમાં અમેરિકી રાજ્યનો સમાવેશ
નહોતો તેઓ સાક્ષરતા અને કલાત્મક કામના રક્ષણ માટે બર્ન કન્વેશનમાં જોડાયા.
૧૯, ૧૬૪૮ - ફ્રેનકોઈઝ પેરિયરે બેરોમીટર તૈયાર કર્યું.
૨૮, ૧૯૨૫ - કે-૧ સુપર કોમ્પ્યુટર બનાવનાર સેયમોયર ક્રેનો
જન્મદિવસ.
૨૮, ૧૪૫૨ - સૌથી પહેલું પુસ્તક જ્હોન ગુટનબર્ગનું બાઈબલ પ્રકાશિત
થયું.
૩૦, ૧૯૯૭ - તાઈવાનના હુઈ-ચિને રોલર સ્કેટની શોધ કરી.
October
૨, ૧૮૬૯ - મહાત્મા ગાંધી : રાષ્ટ્રપિતા; ભારતની સ્વતંત્રતા ચળવળનાં મહાન નેતાની જન્મજયંતિ.
૨, ૧૮૫૨ - વિલિયમ રેમસે, અંગ્રેજ રસાયણશાસ્ત્રી કે જેમને નિષ્ક્રિય વાયુઓની શોધ માટે ૧૯૦૪માં નોબલ
પારિતોષિક મળ્યું.
૫, ૧૮૮૨ - રોબર્ટ હચિંગ્સ ગોડાર્ડ: અમેરિકામાં આધુનિક પ્રવાહી
બર્તણવાળી પ્રથમ રોકેટની રચના કરી.
૧૫, ૧૯૩૧ - ડો.એ.પી.જે.અબ્દુલ કલામ: મિસાઈલ વૈજ્ઞાનિક અને ભારતના
૧૧માં રાષ્ટ્રપતિ
૧૯, ૧૯૧૦ - એસ.ચંદ્રશેખર : ભૌતિકશાસ્ત્રમાં તારાઓના જન્મ અને
મૃત્યુ અંગે શોધ કરવા બદલ ૧૯૮૩માં નોબલ પારિતોષિક મેળવનાર
૨૦, ૧૮૯૧ - જેમ્સ ચેડવિક, ન્યુટ્રોનનો શોધક જેને ૧૯૩૫ માં નોબલ પારિતોષિક મળ્યું.
૩૦, ૧૯૦૯ - હોમી જહાંગીર ભાભા : ભારતના અણુવિજ્ઞાનીક કાર્યક્રમના
જનક, પદ્મભુષણ વિજેતા.
૩૧, ૧૮૭૫ - સરદાર પટેલ જયંતિ : ભારતના લોખંડી પુરુષ; ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને પ્રથમ ગૃહમંત્રી.
દેશના ૫૬૫ રજવાડાઓ એકત્રિત કરી અખંડ ભારતના સર્જક.
શોધ-સંશોધન
૨૬, ૧૯૫૯ - ઉત્તરી સમુદ્રમાં તેલનો વિશાળ જથ્થો મળી આવ્યો.
૨૬, ૧૯૫૯ - વિશ્વએ ચંદ્રની બીજી તરફની પહેલી ઝલક મેળવી.
૪, ૧૯૪૯ - કૂકસ, રેબસ્ટોક, કોનટ્રોલિસ અને બાર્ટઝને ટાઈફોઈડની એન્ટીબાયોટિક માટેની પેટન્ટની પરવાનગી મળી.
૧૧, ૧૮૪૧ - જ્હોન રેન્ડે દબાવી શકાય તેવી ટ્યુબ તરીકે ટૂથપેસ્ટને
ઉપયોગ કરવાની પેટન્ટ મેળવી.
૧૪, ૧૮૩૫ - હેન્રી બ્લેરએ મકાઈ વાવણી માટેના સંવર્ધિત યંત્ર માટે
પેટન્ટ મેળવી.
૧૫, ૧૯૯૧ - પિઝા હટના ટ્રેડમાર્કની નોંધણી કરાવવામાં આવી.
૧૭, ૧૯૭૯ - મધર ટેરેસાને ૧૯૭૯માં શાંતિ માટે નોબલ પારિતોષિક
પ્રાપ્ત થયું.
૧૬, ૧૯૦૦ - ફ્રેંક સ્પાગુને ઈલેકટ્રિક ટ્રેનના
મલ્ટી કંટ્રોલ માટે પેટન્ટ આપવામાં આવી.
૨૩, ૧૮૭૭ - નિકોલસ ઓટો, ફ્રાન્સિસ અને વિલિયમ ક્રોસલેને ગેસ મોટર એન્જિન
માટેની પેટન્ટ આપવામાં આવી.
November
૨, ૧૮૩૩ - ડો. મહેન્દ્રલાલ સરકાર, ઈન્ડિયન એસોસિએશનના ફોર
કલ્ટીવેશનના સ્થાપક
૭, ૧૮૮૮ - સર ચંદ્રશેખર વેંકટ રામન, ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્ર માં રામન અસર માટે નોબલ પારિતોષિક મળ્યું.
૯, ૧૯૦૪ - પંચાનન મહેશ્વરી, જાણીતા ભારતીય વનસ્પતિ શાસ્ત્ર કે જેઓ ફૂલવાળા છોડના સંશોધન માટે જાણીતા છે.
૧૨, ૧૮૯૬ - સલીમ અલી, પ્રખ્યાત પક્ષીવિદ અને બોમ્બે
નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સ્થાપક અને 'બર્ડમેન ઓફ ઈન્ડીયા' તરીકે જાણીતા.
૧૪, ૧૮૯૧ - બિરબલ સાહની : વિશ્વભરમાં જાણીતા વનસ્પતિશાસ્ત્રી
૧૯, ૧૮૮૯ - એડવિન હબલ : બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે એવું કહેનાર
આ વિજ્ઞાની પછીની અવલોકનાત્મક બ્રહ્માંડ વિજ્ઞાન (ઓબ્ઝર્વેશનલ કોસ્મોલોજી)ના પિતા
તરીકે સ્વીકારવામાં આવે છે.
૨૭, ૧૭૦૧ - એન્ડર્સ સેલ્સિયસ : વિશ્વ પ્રસિદ્ધ સેલ્સિયસ થર્મોમીટરનો શોધક
૩૦, ૧૮૫૮ - જગદીશ ચંદ્ર બોઝ, જાણીતા ભારતીય ભૌતિકવિજ્ઞાનીએ રેડિયો અને માઈક્રોવેવ ઓપ્ટિક્સના સંશોધનનું
બીડું ઝડપ્યું.
શોધ-સંશોધન
૩, ૧૯૫૭ - અંતરિક્ષમાં પહેલા સજીવ પ્રવાસી તરીકે એક શ્વાન
(લાઈકા) (૧૯૫૭) સ્પુટનિક -૨ સાથે ગયો.
૬, ૧૯૨૮ - કર્નલ જેકોબ શિખ જેણે પહેલા ઈલેકટ્રિક રેઝરની પેટન્ટ
કરાવી.
૧૪, ૧૯૭૩ - પેસ્ટી શેરમેન અને સેમ્યુઅલ સ્મિથએ સ્કોચ ગાર્ડ તરીકે
ઓળખાતી કાર્પેટને જાળવવા માટેની પદ્ધતિ માટે પેટન્ટ કરાવી.
૧૩, ૧૯૭૯ - રોબર્ટ જાર્વિકને કૃત્રિમ હૃદય માટેના પેટન્ટની
પરવાનગી મળી.
૨૧, ૧૮૫૪ - આઈઝેક વાન બનશોર્ટેન રોઝીન તેલની પેટન્ટ મળી.
૨૫, ૧૯૭૫ - રોબર્ટ એસ. લેડલેને કેટ-સ્કેન(ડાયગ્નોસ્ટિક એક્સ રે
સિસ્ટમ)ની પેટન્ટ મળી.
૨૬, ૧૮૯૫ - રસેલ પેનીમેનને પારદર્શક ફોટોગ્રાફિક ફિલ્મ માટે
પેટન્ટ મળી.
૨૯, ૧૮૮૧ - ફ્રાન્સિસ બ્લેક સ્પીકિંગ ફોન માટે પેટન્ટની પરવાનગી
મળી.
૨૪, ૧૮૫૯ - ડાર્વિન વનની ઓરિજિન ઓફ સ્પીસીસ પ્રકાશિત થઈ.
December
૩, ૧૮૮૬ - કાર્લમેન સિસબન, સ્વીડિશ ભૌતિકશાસ્ત્રી ૧૯૨૪માં ક્ષ-કિરણો સ્પેક્ટ્રોસ્કોપી માટે નોબલ
પારિતોષિક વિજેતા
૧૫, ૧૮૯૬ - એન્ટોની હેન્રી બેક્વેરેલ : સહજ રેડિયોધર્મીતાના
સંશોધન માટે ૧૯૦૩માં નોબલ પારિતોષિક મળ્યું.
૧૮, ૧૮૫૬ - જોસેફ જ્હોન થોમસન: ઈલેક્ટ્રોન અને આઈસોટોપની શોધ
કરી. માસ સ્પેક્ટ્રોમીટર વિકસાવ્યું. ૧૯૦૬માં નોબલ પારિતોષિક મળવ્યું.
૨૨, ૧૮૮૭ - શ્રીનિવાસ રામાનુજન : ભારતના સર્વશ્રેષ્ઠ
ગણિતશાસ્ત્રીઓમાંના એક, જેમણે સંખ્યાના વિશ્લેષણાત્મક
સિદ્ધાંત અને ઈલિપ્ટિક ફંકશન્સ, કન્ટીન્યુડ ફ્રેકશન્સ અને ઇનફિનીટ
સિરીઝ સંદર્ભે પોતાનું યોગદાન આપ્યું.
૧૭, ૧૯૦૮ - વિલાર્ડ લિબ્બી, રેડિયો કાર્બન ડેટિંગ માટે અમેરિકન
રસાયણશાસ્ત્રી ને ૧૯૬૦માં નોબલ પારિતોષિક મળ્યું.
૨૫, ૧૬૪૨ - સર આઈઝેક ન્યૂટન: પ્રખ્યાત ગણિતશાસ્ત્રી અને
ભૌતિકશાસ્ત્રી જેમની ગણના વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ બુદ્ધિજીવી વિજ્ઞાનીઓમાં થાય
છે.
૨૫, ૧૯૦૪ - ગેરહાર્ડ હર્ઝબર્ગ, કેનેડાનો આ વિજ્ઞાની ઈલેકટ્રોનિક સંરચનાના જ્ઞાન અને અણુઓ એમાંય ખાસ કરીને
મુક્ત કણોની ભૂમિતિ સંદર્ભે આપેલા યોગદાન માટે જાણીતા છે. તેમને ૧૯૭૧માં
રસાયણશાસ્ત્રી માટે નોબલ પારિતોષિક આપવામાં આવ્યું.
૨૭, ૧૮૨૨ - લુઈ પાશ્વર : આધુનિક મેડિસિનના સ્થાપક, પાશ્વરાઈઝેશનના શોધક.
શોધ-સંશોધન
૨, ૧૯૬૭ - ક્રિશ્ચિયન બર્નાડ ૧૯૬૭માં પ્રથમ વખત હૃદયનું
પ્રત્યારોપણ કર્યું.
૩, ૧૬૨૧ - ગેલિલિયોએ તેમની ટેલિસ્કોપની શોધ પૂર્ણ કરી.
૫,૧૯૫૮ - યુ.કે. માં ફોનથી સૌપ્રથમ ટૂંક કોલ થયો.
૬, ૧૯૯૪ - વિન્ડસર ખાતે તેલ ખોદકામ માટે રોયલને પરવાનગી મળી.
૧૧, ૧૯૦૦ - રોનાલ્ડ મેકફીલીને જૂતા બનાવવાના મશીન માટે પેટન્ટ
મળી.
૧૬, ૧૯૪૭ - વિલિયમ શોકલેને ન્યુયોર્ક ખાતે પહેલો ટ્રાન્સિસ્ટર
ડિઝાઈન કર્યો.
૧૫, ૧૯૬૪ - કેનેથ ઓલસેને મેગ્નેટિક કોર મેમરી શોધી. (જેનો
સૌપ્રથમ ઉપયોગ મીનીકોમ્પ્યુટરમાં થયો.)
૨૫, ૨૦૦૩ - મંગળ પર મોકલાયેલું અવકાશયાન પ્રોબ અદૃશ્ય થઈ ગયું.
૨૬, ૧૯૩૩ - એડવિન આર્મસ્ટ્રોંગને ટુ-પાથ એફ.એમ. રેડિયોની
પેટન્ટની પરવાનગી મળી.